Congress ના દિગ્ગજ નેતા Ahmed Patel નું નિધન, એક મહિના પહેલા થયો હતો કોરોના
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું. આ દુ:ખદ સમાચાર તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આપ્યા. આ સાથે જ ફૈઝલે તમામને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ પણ કરી.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું. આ દુ:ખદ સમાચાર તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આપ્યા. આ સાથે જ ફૈઝલે તમામને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ પણ કરી.
અહમદ પટેલને લગભગ એક મહિના પહેલા કોરોના થયો હતો. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય બગડતું ગયું. આ દરમિયાન તેમના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ. ત્યારબાદ તેમને ગુરુગ્રામના મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આજે 3:30 વાગે તેમનું નિધન થયું.
— Faisal Patel (@mfaisalpatel) November 24, 2020
તેમના પુત્ર ફૈઝલ પટેલે લખ્યું કે હું તમામ શુભચિંતકોને આગ્રહ કરું છું કે તેઓ કોરોના ગાઈડલાઈન્સનું ખાસ કરીને પાલન કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો વિશેષ ખ્યાલ રાખે.
અત્રે જણાવવાનું કે ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસ રાજકારણી અહમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનીતિક સચિવ હતા. તેઓ એકમાત્ર વ્યક્તિ હતાં જેમનું 10 જનપથમાં સીધી અવરજવર હતી. તેઓ સોનિયા-રાહુલના વફાદાર હોવાની સાથે જ પાર્ટીમાં સૌથી કદાવર નેતા પણ તા. કોંગ્રેસ હાઈકમાનના નિર્દેશો અને સંકેતોને તેમના દ્વારા જ બીજા અન્ય મોટા નેતાઓ સુધી પહોંચાડવામાં આવતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે